વિદ્યાર્થીનો શાળામાં ધૂણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપ્યું હતું તેમને કહ્યું કે કાંકરેજના તેરવાડા ગામની શાળાનો આ વિડીયો છે જેમાં બાળકોને અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવી હતી અને આ એકપાત્રીય અભિનય હતું તે સમગ્ર વીડીયોનો અમુક ભાગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.