શહેરા તાલુકાના તાડવા ગામની વણઝારા ફળીયા પ્રાથમિક શાળા ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરા વિભાગીય કચેરીના ડેપ્યુટી ઇજનેર સુરેશ સોલંકી અને શહેરા ૧ પેટા વિભાગીય કચેરીના ડેપ્યુટી ઇજનેર આકાશ માણીયા તેમજ જુનિયર ઇજનેર મયંક પટેલની ખાસ ઉપસ્થિતિમાં MGVCL દ્વારા ઉર્જા સંરક્ષણ માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.