રાપર: રાપર પોલીસે નવરાત્રીનો પ્રારંભ કરી દિવ્યાંગજનો સાથે ગરબે ઝૂમી દિવ્યાંગ બાળકના જન્મદિવસની અનોખી ઉજવણી કરી
Rapar, Kutch | Sep 21, 2025 મંદબુદ્ધિ લોકો સાથે આજે રાપર પોલીસે નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કર્યો હતો.એક મંદબુદ્ધિ યુવક કેયૂર મહેતા ના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડાસાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઇ જે.બી.બુબડીયા તથા સેંકડ પીઆઇ એસ.વી.ચૌધરી તથા રાપર પોલીસ ના તમામ કર્મચારીઓ એ ગ્રામ્ય સેવા સંગઠન ખાતે દિવ્યાંગજનો સાથે નવરાત્રી મહોત્સવ નિમિત્તે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું