અંજારના શ્રીમાનવ સેવા ચેરી. રજી. ટ્રસ્ટ તથા પૂ. શ્રી સદગુરૂ રણછોડદાસ બાપુ ચેરી, હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજીત વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન એક દિવસીય દરેક જ્ઞાતિજનો માટે માનવીય અભિગમે જૂના સ્વામિનારાયણ મંદિરે સવાસરનાકા અંજાર મધ્યે યોજવામાં આવેલું હતું.જે ૧૨૪ માં નેત્રયજ્ઞની શરૂઆત દિપપ્રાગટય,પૂજન અર્ચનથી કરવામાં આવી હતી.જેમાં મહંતો ત્રીકમદાસજી મહારાજ (સચ્ચિદાનંદ મંદિર) અને રામસખી મંદિરના કિર્તીદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા