આજે રવિવારની રજા હોય ગરબે રમવાનો ખેલૈઆઓમાં અનેરો ઉત્સાહ હતો.ત્યારે પાટણ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદે ખેલૈયાઓની ગરબા રમવાની આશા પર પાણી ફેરવી દીધું છે.વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડની હાલત બગડી જતા મોટાભાગના ગરબા આયોજકો દ્વારા આજના ગરબા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.