આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભામાં એક વ્યક્તિએ તેમના પર જૂતું મારીને હુમલો કર્યો. આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.ગોપાલભાઈ ઇટાલીયા એક ધારાસભ્ય છે અને ખૂબ જ લોકપ્રિય નેતા છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતના તમામ લોકો માટે અવાજ બની રહી છે, ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને આ વાત પસંદ નથી અને અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે જે ખૂબ જ નિંદનીય છે.