ઝઘડિયા: ઉમલ્લા ખાતે (GST) વિષયક મહત્ત્વપૂર્ણ સંમેલન યોજાયું: નાગરિકોને માર્ગદર્શન અપાયું
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા એપીએમસી હોલ ખાતે પ્રભુત્વ નાગરિકોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિષય પર જાગૃત કરવા અને માર્ગદર્શન આપવા માટે એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં નાગરિકો, વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમલ્લા, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારમાંથી ઉપસ્થિત રહ્યા હતા.