સંતરામ સ્કુલના વાલીઓ સાથે ઓનલાઇન ઠગાઈ કરનાર નેનપુરનો રીઢો આરોપી ઝડપાયો.ખોટી ઓળખ આપી 14 હજારની છેતરપિંડી કરનાર મહે.તા.ના નેનપુરનો ઈસમ ઝડપાયો.ગઠીયાએ ફોન કરી હું તમારા સોસાયટીના રહેવાસીના સગા બોલું છું કહી ખોટી ઓળખ આપી મારે પૈસાની ખાસ જરૂર છે કહી રૂ.14000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી.આ આરોપી સામે મહે.પોલીસ સ્ટેશનમાં ત્રણ, રાજકોટ સાયબર પોલીસ સ્ટેશનના બે,મોરબીમાં બે,વલસાડ,મણિનગર,તલોદ,બોરસદ જેવા રાજ્યના 12 પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયેલ છે.