ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામ નજીક બાઈક સ્લીપ થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોળી ગામના મંદિર ફળિયામાં રહેતા કાર્તિકકુમાર પ્રવિણસિંહ બારિયા ઉતરાયણના દિવસે રાત્રે બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. સુથાર ફળીયા ગૌચરનાળા પાસે વળાંકમાં બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી, જેમાં તેમને માથા અને ખભામાં ગંભીર ઇજાઓ પહોંચી. સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાર્યવાહ