ભિલોડા: ભિલોડા તાલુકાના દહેગામડા ગામે ધારાસભ્ય પી.સી.બરંડાની ઉપસ્થિતીમાં સ્વચ્છતા અભિયાન અને મેડિકલ કેમ્પ યોજાયો.
ભિલોડા તાલુકાના દહેગામડા ગામે ધારાસભ્ય પી.સી.બરંડાની ઉપસ્થિતીમાં સ્વચ્છતા અભિયાન તથા મેડિકલ કેમ્પ યોજાયો હતો.મળતી માહિતી મુજબ ગામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવી તેમજ આરોગ્ય ચકાસણીની સુવિધા આપવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામજનોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી અને સૌએ આરોગ્ય ચકાસણી સહિતના સેવાઓનો લાભ લીધો હતો.