બુધવાર સુરત acb એ પાલિકાની મુખ્ય કચેરીએ આવેલી ડેપ્યુટી ઇન્ચાર્જ ફાયર ઓફિસર ની કેબિનમાં છટકું ગોઠવી ફાયર ઑફિસર ઈશ્વર પટેલને રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.હોટલ ની noc ના અવેજપેટે લાંચ માંગતા ફરિયાદીએ acb નો સંપર્ક કર્યો હતો.ગુરુવારે acb ના નાયબ અધિકારી આર.આર.ચૌધરીએ સવારે અગિયાર કલાકે પ્રેસ વાર્તા સંબોધતા જણાવ્યું કે,અધિકારી 95 હજારનો માસિક પગારદાર છે.છતાં તેને હોટેલ માલિક પાસેથી લાંચની રકમ માંગી હતી.જે લાંચ કેસમાં ધરપકડ કરી છે.