મહુવા: મહુવામાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ: નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા, ચીફ ઓફિસર જાતે મેદાનમાં ઉતર્યા
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માત્ર એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જનતા પ્લોટ, બગીચા ચોક અને નૂતનનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા જાતે સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મહુવા શહેરમાં ધોધમાર વરસાદ બાદ જનતા પ્લોટ, બગીચા ચોક, નૂતનનગર સહિત