નાંદોદ: નર્મદા જિલ્લાના વેપારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને માર્ગદર્શિત થયાં.
Nandod, Narmada | Sep 30, 2025 આ તકે, રાજપીપલા ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું કે, જીએસટીના દરોમાં થયેલા ઘટાડા ઉદ્યોગ માટે અત્યંત લાભદાયક છે. આયુર્વેદિક ઉત્પાદનોમાં જીએસટી ઘટાડાથી ગ્રાહકોને સીધો લાભ મળશે. તેમણે આ નિર્ણયને નાગરિકોના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.