પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામની સીમમાં આવેલી વાડીમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૬ની રાત્રે બે વર્ષની વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ખેડૂતની ફરિયાદ આધારે તળાજા નિવાસી રફિકભાઇ આજમભાઇ શેખ સામે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઘટનાના સમયે ખેડૂત જાગી જતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો.