રાજ્ય સરકાર દ્વારા પશુ પક્ષીઓ માટે ઉતરાયણ ના પર્વ દરમિયાન કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આકાશમાં ઉડતા પતંગના દોરાથી પશુ/ પક્ષીઓ ઘવાતા હોય છે, ઘવાયેલ પશુ-પક્ષીઓને તાત્કાલિક વન વિભાગ, પશુપાલન વિભાગ ની ટીમો દ્વારા તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવે છે. પશુઓ અને પક્ષીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું કરુણા અભિયાન આશીર્વાદરૂપ સાબિત થયું છે.