અંજાર: ચોસઠ જોગણીમાં મંદિરના મેળામાં કંડલા મરીન પોલીસે બાળકી સહિત ત્રણ વ્યકિતઓને હેમખેમ શોધ્યા
Anjar, Kutch | Sep 22, 2025 ગતરોજ અંજાર તાલુકાના ચોસઠ જોગણી માના મંદિર ખાતે ભાદરવી અમાવસનો મેળો ભરાયો હતો. વર્ષોથી મેળાની પરંપરા ચાલી આવી રહી છે.ત્યારે મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા હતા.ત્યારે સવારથી સાંજ સુધીમાં એકસાથે 3 વ્યક્તિઓ પોતાના પરિવારથી વિખુટા પડી જતા કંડલા મરીન પોલીસે હેમખેમ શોધી આપ્યા હતા. જેમાં એક બાળકી તેમજ પુત્રની માતા અને વિખુટા પડી ગયેલા સાસુમાનો સમાવેશ થાય છે. કંડલા મરીન પોલીસે પરિવાર સાથે મિલાપ કરાવી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.