કાલાવાડ: મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મેરેથોન, સાઈકલોથોન તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
કાલાવડ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે મેરેથોન તથા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રાખવા અંગેનો સંદેશો આપતા ચિત્રો અને રંગોળીઓ બનાવી હતી. આ ઉપરાંત જેપીએસ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા.