આમોદ: આમોદમાં કૉંગ્રેસનું ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ, ભાજપ સરકાર સામે રાજકીય ધમાકો!
Amod, Bharuch | Oct 13, 2025 આમોદ તાલુકામાં ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને તાલુકા પંચાયતમાં ચાલતા કમિશન રાજના આક્ષેપ સાથે સામે લોકોના ધીરજનો બંધ તૂટતા આજે રાજકીય માહોલ ભડકે બળ્યો હતો. કૉંગ્રેસે આક્રમક રણનીતિ સાથે તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી હતી.