જોડિયા: માવ ગામના પાટીયા પાસે કારચાલકે લૂનાને અડફેટે લેતા વૃદ્ધનું મોત થયું
ફરીયાદીના પિતા શિવાલાલ ગોવિંદભાઇ પોરીયા (ઉ.વ.૬૦) રહે ધુળકોટવાળા ગત તા. ૫ બપોરના સુમારે જીરાગઢ ખાતે મગફળીનો ભુકો ટ્રેકટરમાં ભરાવી લુના નં. જીજે૩એચએન-૬૫૬૧ લઇને અંબાલાથી આમરણ જતા હતા, દરમ્યાન માવના પાટીયા પાસે પહોચતા ભાદરા તરફ જતી અટીંગા કારના ચાલકે બેફીકરાઇ અને ગફલતથી ચલાવી ફરીયાદીના પિતાના લુનાને હડફેટે લીધુ હતું. જેમાં ફરીયાદીના પિતાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.