મહુવા: મહુવા સરકારી હોસ્પિટલમાં ફરી પંખો પડ્યો : દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સતત બીજા દિવસે હોસ્પિટલમાં સીલીંગ પંખો નીચે પડવાની ઘટના સામે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના સમયે હોસ્પિટલના પુરુષ વોર્ડમાં અચાનક સીલીંગ પંખો નીચે તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી અને યુવકનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ મહિલા વોર્ડમા