વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે કડા થી કમાણા જતા રોડ પર પિક અપ બોલેરો નંબર GJ .26.T.7744 નો ચાલક પોતાની ગાડીમાં ચાઈનીઝ દોરી લઈને જવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ રાખી બોલેરો પિક અપ ગાડીને ઝડપી લીધી હતી. જેમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ભરેલા 18 બોક્સ મળી આવ્યા હતા. જેમાંથી પોલીસે 4.32 લાખ કિંમતના 864 નંગ ચાઈનીઝ રીલ તેમજ પિક અપ બોલેરો ગાડી મળી કુલ 7.32 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.