માંગરોળ: હરસણી ભીલવાડા ગામની કૃષિ વીજ લાઈન ના વાયરો ની ચોરી થયા બાદ ખેડૂતોની માંગને પગલે વીજ કંપનીએ વાયરો નાખવાનું કામ શરૂ કર્યુ
Mangrol, Surat | Sep 16, 2025 માંગરોળ તાલુકા મથકથી હરસણી ભીલવાડા ગામ સુધીની કૃષિ વીજ લાઈન ના વાયરોની ચોરી બે માસ અગાઉ થઈ હતી કુલ 51 ગાળા વીજ વાયરો ની ચોરી થઈ હતી ચોમાસુ પૂર્ણ થઈ રહ્યું છે જેથી ખેડૂતોના કૃષિ પાકમાં સિંચાઈના પાણીની જરૂર ઊભી થનાર છે જેને લઇ ખેડૂતો દ્વારા વીજ લાઈન ના વાયરો નાખવાની માગણી કરવામાં આવી હતી માંગરોળ વીજ કંપની દ્વારા હાલ વાયરો નાખવાની કામગીરી શરૂ કરાય છે