નાંદોદ: કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાબતે રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે પ્રેસ
પ્રેસ વાર્તા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા સમજે છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોઈ ખેડૂત વંચિત ન રહે તે દિશામાં કામગીરી ચાલી રહી છે. ધરતીપુત્રો પર આવેલી આપત્તિમાં રાજ્ય સરકાર તેમની સાથે મજબૂતીથી ઉભી છે.