પોશીના: શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષિ વિકાસ સપ્તાહ ની ઉજવણી કરાઈ
મંગળવારે બપોરે 3 વાગ્યા ની આસપાસ પોશીના શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષિ વિકાસ સપ્તાહ ની ઉજવણી કરાઈ.જેમાં જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરકારની વિવિધ કૃષિ યોજનાઓના લાભો ખેડૂત મિત્રો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોની આવક બે ગણી બને તે માટે માર્ગદર્શન અપાયું હતું.