આણંદ: વલાસણ મેલડી માતાજીના મંદિર ખાતે નવરાત્રી ના ત્રીજા નોરતે પ્રયાગરાજ બાગમબરી મઠના મહંત ઉપસ્થિત રહ્યા
Anand, Anand | Sep 25, 2025 શક્તિ ઉપાસનાના મહાપર્વ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વલાસણ સ્થિત મેલડી માતાજીના મંદિર ખાતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ના લેટેહુએ હનુમાનજી મંદિરના મહંત શ્રી 1008 પૂજ્ય બલવિર ગીરી મહારાજ પધાર્યા. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે મહંતશ્રીના તેમજ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.આ પ્રસંગે ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, સંકેત સેલ્સના માલિક શ્રી મેહુલભાઈ પટેલ, મંદિરના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.