વિસનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા ઢોરને લઇ પાલિકા દ્વારા હાથ ધરવામાં અાવેલ કામગીરીને પગલે અેક જ રાતમાં પાલિકાના કર્મચારીઅો તેમજ અેજન્સીના લોકો દ્વારા જહેમત ઉઠાવી 32 રખડતા ઢોરને પકડી સવાલા દરવાજા નજીક પાલિકાની ખુલ્લી જગ્યામાં પુરવામાં અાવ્યા હતા. જ્યાંથી સોમવારની સવારે તમામ ઢોરને પાંજરાપોળમાં મોકલી અાપ્યા હોવાનું પાલિકાના સુત્રોઅે જણાવ્યું હતું.