શહેરા: શહેરા તાલુકાના પશ્વિમ વિસ્તારના ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ પટેલે પાક ધિરાણ માફ કરવા સરકારને વિનંતી કરી
અમારા શહેરા તાલુકાના પશ્વિમ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગરનો પાક થાય છે,400 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું હતું,ખેડૂતો આર્થિક પરિશ્રમ વેઠી મોંઘુ ખાતર-બિયારણ લાવી ખેતી કરી હતી,પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે,જેથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે અને પાક ધિરાણ માફ કરવામાં આવે તેવું ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું.