ભુજ: ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા લડતના મંડાણ : વિવિધ માગોને લઈ ખેડૂતો આકરા પાણીએ વિરામ ખાતે પ્રેસકોન્ફરસ યોજાઈ
Bhuj, Kutch | Oct 9, 2025 ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા લડતના મંડાણ : વિવિધ માગોને લઈ ખેડૂતો આકરા પાણીએ ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં 9 જેટલી વિવિધ માગોના તાત્કાલિક નિવારણ માટે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અને આગામી 16 તારીખથી કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનના નેજા હેઠળ આ લડત શરૂ કરશે. કચ્છ જિલ્લામાંથી વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ ટાવર લાઈનો ખેડૂતોની માલિકીની જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે. કન્વિનર શિવજીભાઈએ વિગતો આપી