મોડાસા: મોડાસા મહિલા પોલીસ સ્ટેશનની "શી ટીમ" દ્વારા જનજાગૃતિ અભિયાન.
મોડાસાની મહિલા પોલીસ સ્ટેશનની "શી ટીમ" દ્વારા ગીતસાગર મહારાજ કથાના સ્થળે મુલાકાત લેવામાં આવી.આ દરમિયાન સિનિયર સિટીઝન,મહિલા અત્યાચાર,સાયબર ક્રાઇમ તેમજ ડાયલ 112 નંબર અંગે માહિતી આપી જનજાગૃતિ ફેલાવવામાં આવી.પોલીસ પ્રજાના મિત્ર અભિગમને વધુ મજબૂત બનાવવા તથા સમાજમાં સુરક્ષિત વાતાવરણ સર્જવા આ અભિયાનને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.