પ્રધાનમંત્રીશ્રીના 'ટીબી મુક્ત ભારત' અભિયાનના આહ્વાનને પ્રતિસાદ આપતા, શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા-જોડિયા દ્વારા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય ખાતે એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીનીઓને ટીબી રોગ વિશે જાગૃત કરવા અને દર્દીઓને સામાજિક તથા માનસિક ટેકો પૂરો પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.