કાલોલ બસ સ્ટેશનમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા લાખોના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ટેકનોલોજીના યુગમાં જ્યારે ગુનાખોરી ડામવા સીસીટીવી અનિવાર્ય છે, ત્યારે કાલોલ બસ સ્ટેશનમાં આ કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે.બસ સ્ટેશનના પ્રવેશદ્વાર અને પ્લેટફોર્મ પર લાગેલા કેમેરા ચાલુ ન હોવાથી ખિસ્સાકાતરુઓ અને લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે.અનેક રજૂઆત