દસાડા: અમેરિકન ટેરિફે કચ્છ ના નાના રણના ખારાઘોડા ના ઝીંગા ઉદ્યોગને મંદીમાં ધકેલ્યો
કચ્છના નાના રણમાં આ વર્ષે મબલખ વરસાદ અને નદીઓના પૂરના કારણે ઝીંગાનું ઉત્પાદન ઐતિહાસિક સપાટીએ પહોંચવાની આશા હતી. જોકે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફના કારણે સ્થાનિક ઝીંગા ઉદ્યોગને ગંભીર ફટકો પડ્યો છે. આ વિસ્તારમાં 10-12 હજાર મીંયાણા પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની મુખ્ય આવક આ સિઝન પર આધાર રાખે છે. ભારતની કુલ ઝીંગા નિકાસમાં 70% હિસ્સો અમેરિકાનો હોવાથી, ટેરિફના કારણે ઉત્પાદકોમાં નિરાશા જોવા મળી રહી છે.