ભુજમાં અગમ્ય કારણે આધેડે ગળેફાંસો ખાધો આઝાદનગરમાં રહેતા ઉમર જુસબ લાખા (ઉ.વ. 43) નામના આધેડે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. હતભાગી ઉમરભાઈ લોટસ કોલોનીમાં રાખીબેન ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી છે. વિગતો સાત વાગ્યે મળી હતી.