ભાવનગર લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા સ્વામી લીલાશાહ મહારાજના 52મા વરસી મહોત્સવની ભવ્ય ઉજવણી રવિવાર, 02 નવેમ્બર 2025ના રોજ આનંદોત્સવભરે પૂર્ણ કરવામાં આવી. સ્વામી લીલાશાહ મંદિર (જૂની વાડી) સિન્ધુનગરથી શોભાયાત્રા ભવ્ય રીતે નીકળી હતી, જે સિન્ધુનગરના મુખ્ય માર્ગો પરથી વિહાર કરતી સ્વામી લીલાશાહ ભવન (નવી વાડી) ખાતે પૂર્ણ થઈ. ત્યારબાદ 10:30 કલાકે વિશેષ પૂજા અને હવનનો કાર્યક્રમ શ્રદ્ધાભાવે યોજાયો.