કડી: કડી ના મેડાઆદરજ ગામે હિટ એન્ડ રનની ઘટનાં,યુવકને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર, ઘટનાના cctv ફૂટેજ સામે આવ્યા
Kadi, Mahesana | Nov 24, 2025 કડી તાલુકાના મેડા આદરજ ગામે ચરેડી પરાવિસ્તારમાં રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશજી શિવાજી ઠાકોર નો દીકરો રૂગવીદ મેડાઆદરજ ગામે હાઈ વે રોડ ક્રોસ કરી રહ્યો હતો.તે દરમિયાન સેડફા તરફથી રોંગ સાઈડ થી પૂર ઝડપે આવી રહેલ ડમ્પર નંબર MH 16 DP 3229 ના ચાલકે ટક્કર મારી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો.યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર સારુ ખસેડેલ ત્યાંથી શીલજ રિફર કરેલ,યુવકની હાલત ગંભીર છે,icu માં દાખલ કરેલ છે