આણંદ શહેર: આણંદ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છોત્સવ ઉજવાશે અઠવાડિયા તથા દૈનિક ધોરણે સ્વછતાલક્ષી પ્રવૃત્તિ કરાશે
તા.૧૭ થી તા.૨૨ સપ્ટેમ્બર ના અઠવાડિયા દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈની થીમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં બસ સ્ટેશન,રેલ્વે સ્ટેશન વિસ્તારની સાફ-સફાઈ, રીક્ષા/ ટેક્ષી ,સાયકલ સ્ટેન્ડ,જાહેર પાર્કિંગની સફાઈ,શહેરી વિસ્તારમાં આવેલ તેમજ પસાર થતાં રાજ્યના ધોરી માર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સાફ-સફાઈ,કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના સાધનોની સફાઈ ઉપરાંત દૈનિક ધોરણે શહેરના મુખ્ય માર્ગોની સફાઈ, બજાર અને વાણિજ્ય વિસ્તારોની