જૂનાગઢ: ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર ખાતે મૂર્તિ ખંડિત કરનાર પૂજારી અને સેવકના એક દિવસના રિમાન્ડ મંજૂર,પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી
ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ શિખર ખાતે ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી અને મંદિરમાં તોડફોડ કરનાર પૂજારી અને સેવકની ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ધરપકડ કરી અને ગુના નો ભેદ ઉકેલી નાખ્યો હતો જ્યારે આજે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.