જામનગર શહેર: રિલાયન્સ ગ્રીન્સમાં દિવાળી સેલિબ્રેશનના ચોથા દિવસે બોલીવુડ ફેમસ સિંગરે સ્ટેજ પરફોર્મન્સ કર્યું
જામનગરની ખાનગી રિલાયન્સ કંપનીમાં દિવાળી સેલિબ્રેશનના કાર્યક્રમને પગલે છેલ્લા ચાર દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગઈકાલે ચોથા દિવસે પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોડી રાત્રે દિવાળી સેલિબ્રેશનના ઉજવણીના ભાગરૂપે બોલિવૂડ ફેમસ સિંગર જામનગર ખાતે પધાર્યા હતા. તેઓએ રિલાયન્સ ગ્રીન્સમાં સ્ટેજ પરફોર્મન્સ કરી લોકોના મન મોહી લીધા હતા. આ તકે મોટી સંખ્યામાં રિલાયન્સ કંપનીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.