રાપર: દરિયાસ્થાન મંદિર મધ્યે 83 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો
Rapar, Kutch | Oct 29, 2025 રાપરના દરિયાસ્થાન મંદિર મધ્યે દર મહિને 29 તારીખે નિશુલ્ક નેત્રનીદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આજરોજ સવારે 11 વાગ્યાના અરસામાં કેમ્પ યોજાયો હતો..રાપરમાં રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરિયાસ્થાન મંદિર ખાતે 83મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો રાપર તાલુકામાંથી આ કેમ્પમાં કુલ 125 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.