પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત MSB એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વન્યજીવ સૃષ્ટિ અને સર્પદંશ અંગે એક વિશેષ માર્ગદર્શન અને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશન' સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા અને કટોકટીના સમયે સર્પદંશ જેવી ઘટનાઓમાં સાવચેતી રાખવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં શાળાના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ