ભિલોડા: ભિલોડા પોલીસની કાર્યવાહી – ચિબોડા ગામેથી ₹૮૦,૯૩૦ નો દારૂ જપ્ત.
ભિલોડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચિબોડા ગામે એક રહેણાંક મકાન પર છાપો માર્યો હતો. પોલીસ સ્ટાફે તલાસી લેતા મકાનમાંથી ૨૪૭ નંગ દારૂની બોટલો મળી આવી હતી. કુલ ₹૮૦,૯૩૦ નો મુદ્દામાલ ઝડપી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું આજરોજ પ્રાપ્ત વિગતોમાં જાણવા મળ્યું છે.