આણંદ શહેર: આણંદના ચિખોદરા ચોકડી પાસે આવેલા જલારામ મોટર્સના શોરૂમમાં સ્ક્રેપમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આગ બુજાવી આપવામાં આવી
કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં કોલ મળેલ. ચિખોદરા ચોકડી, કટારીયા શોરૂમ ની સામે આવેલ ( શ્રી જલારામ મોટર્સ ) ના શોરૂમના સ્ક્રેપ માં આગ લાગેલ છે. જેથી ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ ફાયર ડ્રાઈવર રવિભાઈ સાબલિયા ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, મુકેશભાઈ પરમાર, યુવરાજસિંહ રાઠોડ તુરતજ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ. જેમાં સમગ્ર ઘટના દરમ્યાન કોઈ જાનહાની થયેલ નથી.