ગાંધીધામ: પાણીનો બગાડ કરનારાઓની હવે ખેર નહીં! જાણો મનપા નાયબ કમિશનરે આદિપુરમાં ક્યાં કરી કાર્યવાહી
મળતી માહિતી મુજબ તા.11/11/2025 ના રોજ સવારે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજની ફિલ્ડ વિઝિટ દરમિયાન સંતોષીમા સર્કલ પાસે પાણીનો બીન જરૂરી વેડફાટ કરતાં હોવાનું ઘ્યાનમાં આવતાં તેઓના આદેશ મુજબ પાણીનો બેફામ વેડફાટ કરનાર દુકાનદારનું નળ કનેક્શન મહાનગરપાલિકા દ્વારા કાપવામાં આવ્યું છે. નાયબ કમિશનરે જણાવ્યું કે,હવે ગાંધીધામ તાલુકામાં જે કોઈ પણ પાણીનો બગાડ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.