જાંબુઘોડા: જાંબુઘોડાની ધી સેકન્ડરી સ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર નિમિત્તે દેશભરમાં 'સેવા દિવસ' રૂપે વિવિધ જનસેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ પાવન અવસરે નમો કે નામ રક્તદાન કાર્યક્રમના ભાગરૂપે જાંબુઘોડાની ધી સેકન્ડરી સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનુ આયોજન આજે મંગળવારના રોજ કરવામાં આવ્યુ હતુ આ શિબિરનું આયોજનમા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તેમજ સંલગ્ન મંડળના સહયોગથી કરવામાં આવ્યું હતું.