તળાજા: તળાજા શહેરમાં સોની દંપત્તિની હત્યા મામલે વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તળાજા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કેસનો ભેદ ઉકેલી લીધો છે. આ બનાવમાં કિશોરભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનની સળગેલી હાલતમાં લાશો મળી આવી હતી, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવ