શહેરા: વાઘજીપુરની પીએમશ્રી આદર્શ બુનિયાદી શાળા ખાતેથી રાજ્યસભાના સાંસદની અધ્યક્ષતામાં સ્વચ્છતા પખવાડિયા અને પોષણ માસનો શુભારંભ
શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલી પીએમશ્રી આદર્શ બુનિયાદી શાળા ખાતેથી રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને "સ્વચ્છતા હી સેવા ૨૦૨૫" અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો,સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના પટાંગણમાં ૭૫ વૃક્ષો રોપવામાં આવ્યા હતા,જ્યારે આઈસીડીએસ વિભાગ દ્વારા પણ પોષણ માસનો શુભારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.