ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે જિલ્લા બહારના ખેડુતો માટે પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રેરણા પ્રવાસમાં ધ્રોલ અને જોડિયા તાલુકાના કુલ 45 જેટલા ખેડુતો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમનું આયોજન વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. રશ્મિકાન્ત ગુર્જર ના માર્ગદર્શન હેઠળ મદદનીશ સંશોધન દ્વારા કરવામાં આવ્યું હતું.