અમરેલી જિલ્લામાં ચાઈનીઝ માંઝા–તુક્કલ સહિત હાનિકારક દોરી–પતંગ સામાન પર પ્રતિબંધ
Amreli City, Amreli | Dec 4, 2025
અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટે ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાઈનીઝ માંઝા, નાયલોન–પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી દોરી, સ્કાય લેન્ટર્ન અને જોખમકારક પતંગ સામગ્રીના વેચાણ–ખરીદી અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર માર્ગો પર જોખમકારક રીતે પતંગ ઉડાડવા અને મોટા અવાજના લાઉડસ્પીકર વગાડવા પણ મનાઈ છે. માત્ર પરંપરાગત, બાયો–ડિગ્રેડેબલ ઘટકો ધરાવતા કોટન માંજાને છૂટ છે. હુકમનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે.