જામનગર શહેર: લાખાબાવળ ગામ ખાતે કાળી ચૌદસની અંધશ્રદ્ધા નાબૂદ કરવા જય ભીમ યુવા સંગઠન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો
કાળી ચૌદસને લઈ લોકોમાં જે અંધ શ્રદ્ધા હોય છે, તે દૂર કરવા માટે જામનગરના લાખાબાવળ ગામ ખાતે જય ભીમ યુવા સંગઠન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. લાખાબાવળમાં આવેલ સ્મશાન ખાતે યુવાનો દ્વારા કાળીચૌદશની રાત્રે પાવભાજીનો કાર્યક્રમ કરાયો હતો. કાળી ચૌદસની રાત્રે યુવકોએ સ્મશાનમાં બેસી પાવભાજી ખાધી અને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.