મોરબી: મોરબી શહેર નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ત્રણ ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત...
Morvi, Morbi | Sep 15, 2025 મોરબી શહેર નજીક પીપળીયા ચાર રસ્તા પાસે આજરોજ સોમવારે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ મહાકાય ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ત્રણેય ડમ્પરોને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.